હળવદમાં દારૂની રેલમછેલ ચાલી રહી હોય તેમ અવારનવાર દારૂ મળી આવ્યાના સમાચાર સામે આવતા રહે છે. રોજબરોજના દારૂ પકડાયાના કિસ્સાઓ અખબારોની હેડલાઇન બની રહે છે એમ છતાં અહીં કોઈ ડર વિના બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને બેફામ દારૂ પીવાઈ રહ્યો છે. ત્યારે હળવદ પોલીસે વધુ 10 બોટલ દારૂ પકડી પાડ્યો છે.
હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના બસસ્ટેન્ડ પાછળના ભાગે આવેલા રહેણાંકમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી પ્રકાશ મગનભાઈ પરમાર (ઉ.વ.35) નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ રૂ.6,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.




