હળવદ તાલુકાના રાયસંગપર ગામે ત્રણ શખ્સોએ વૃદ્ધ મહિલાના ઘરે જઈ મહિલાને લૂંટી લીધી છે. જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઈ તારબુંદીયા (ઉ.વ.૭૫) એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યા ત્રણ શખ્સો તેમના ઘરે આવી ઘરનો દરવાજો ખખડાવી તેમણે દરવાજો ખોલતા પકડી નીચે પાડી દીધી હતી અને ડાબા કાનમા પહેરેલા સોનાના ઠોળીયા (કાનની બુટી) ખેંચીને કાઢી લઇ કાનની બુટ તોડી નાખી ઇજા પહોંચાડી હતી તથા જમણા કાનના ઠોરીયા પણ કાઢી લીધા હતા આ સોનાના ઠોળીયાનું વજન આશરે બે તોલા થાય છે અને જેની કિં.રૂ.1.25 લાખની થાય છે. વૃધ્ધાની બુટીની લુંટ કરી અજાણ્યા શખ્સો ભાગી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.




