HomeGujaratમોરબીમાં ગેરકાયદે વસતા 10 બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા

મોરબીમાં ગેરકાયદે વસતા 10 બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા

કાશ્મીરમાં આંતકી હુમલા બાદ આંતકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શકમંદો પર જબરી તડાપીટ બોલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ભારતમાં વસતા અને શંકાસ્પદ હિલચાલ વસતા બાંગ્લાદેશીઓ પર તવાઈ હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં ગેરકાયદે વસવાટ કરતા 10 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે.

મોરબી એસઓજી ટિમ દ્વારા મોરબીમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બે દિવસ પહેલા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં ગેરકાયદે આધાર પુરાવા વગર રહેતા 10 બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા જેને ડિટેન કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું એસઓજી પીઆઇ એન.આર. મકવાણાએ જણાવ્યું હતું. તેમજ હજુ પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular