HomeMorbiકાંતિપુર પ્રા. શાળામાં ધો. 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ 

કાંતિપુર પ્રા. શાળામાં ધો. 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ 

આજે કાંતિપુર પ્રા. શાળામાં ધો. 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવીએ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી બાળકોની સાથે વાલીઓ પણ ભાવવિભોર બની ગયા હતા. શાળાના મદદનીશ શિક્ષિકા પૂજાબેન ચાંચડિયા દ્વારા ધો. 5 ના બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે વર્ષ 2024 ની ધો-5 માં આવતી cet (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) માં ધો. 5 ના તમામ બાળકો પાસ થઈ મેરિટમાં આવ્યા હોય શાળા પરિવાર વતી તમામ બાળકોને ફોલ્ડર ફાઇલ સાથે પેન ભેટ સ્વરૂપે આપ્યા હતા.

કાર્યક્રમના અંતમાં બાળકોને પફનો નાસ્તો કરાવ્યો હતો તથા વાલી રાજેશભાઈ કલોલા દ્વારા હાજર તમામને ઠંડુ પીવડાવ્યું હતું.

આ તકે કાર્યક્રમને સફળ બનાવનાર smc અધ્યક્ષ કાંતિલાલ આદ્રોજા તથા તમામ smc સભ્યો, પધારેલા વાલીગણ માતા બહેનોનો શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી તથા શિક્ષિકા પૂજાબેન ચાંચડિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular