વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ તથા વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલા શખ્સને પાસા તળે અટક કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલા શખ્સ અમીર ઉર્ફે કાળુ અબ્દુલભાઇ મોગલ (ઉવ.૪૨) રહે. ચંદ્રપુર, નવા માર્કેટ યાર્ડ પાસે, સો-વારીયા વિરુદ્ધ પાસા વોરંટ જીલ્લા મેજીસ્ટ્રેટ પાસા વોરંટ મંજુર થઇ જતા વાંકાનેર સીટી પોલીસ તથા સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર ચંન્દ્રપુર વિસ્તારમા પેટ્રોલીંગ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્તમાં મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ચંદ્રપુર માર્કેટ યાર્ડ પાસેથી મળી આવ્યો હતો. આરોપીએ કેફી પ્રવાહી પીધું હોવાનું સામે આવ્યું હતું, જેથી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.ન.૪૬૨/૨૦૨૫ પ્રોહી કલમ ૬૬(૧)(બી) મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી દેવામાં આવ્યો છે.




