HomeGujaratમોરબી વાંકાનેર દરવાજા પાસે વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

મોરબી વાંકાનેર દરવાજા પાસે વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો 

મોરબી વાંકાનેર દરવાજા પાસે આવેલા પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના વાંકાનેર દરવાજા પાસે આવેલા પાણીના ટાંકા પાસેથી વિદેશી દારૂની 1 બોટલ સાથે આરોપી દર્શીત સુરેશભાઈ પારેખ (ઉ.વ.૨૪) રહે. સેઠની વખાર પારેખ શેરીની ગ્રીન ચોક મોરબીવાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular