મોરબીના ભડીયાદ રોડ પર હરીઓમ સોસાયટીમાં ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થો જેની કુલ કિં રૂ. 42,750 થાય છે આ સમગ્ર મુદ્દામાલ સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન મોરબીના ભડીયાદ રોડ પર હરીઓમ સોસાયટી ખાતે રહેતા ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયા (ઉ.વ.56) ની ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 30 બોટલ કિં રૂ. 33 હજાર તથા બીયરના 54 ટીન કિં રૂ. 9720 જે મળી કુલ કિં રૂ. 42750 ના મુદ્દામાલ સાથે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયાને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે તેને પુછપરછ કરતા અન્ય એક શખ્સ મુસ્તાક સોલંકી રહે. મોરબી નુ નામ ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




