Tuesday, April 28, 2026
HomeGujaratખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ -12 સામાન્ય પ્રવાહ નું 100 % પરિણામ

ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ -12 સામાન્ય પ્રવાહ નું 100 % પરિણામ

Advertisement
Advertisement

માળીયા: માળીયા તાલુકાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ – 12ની ફેબ્રુ./ માર્ચ- 2025 મા લેવાયેલ બોર્ડની પરીક્ષાનું 100 % પરિણામ મેળવીને સરકારી શાળા, શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમા સાર્વજનિક હાઈસ્કૂલનું 100% પરિણામ આવ્યું છે. આ શાળાના કુલ 38 વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપી હતી. અને આ તમામ 38 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે જે પૈકી ચાર વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે.આજે તમામ વિદ્યાર્થીઓમા, શાળા પરિવારમા તેમજ સમગ્ર ગામમાં ખુશી ભર્યું વાતાવરણ છે.

શાળાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ભોરણીયાએ તમામ વિદ્યાર્થીઓની મહેનતને અને તમામ સ્ટાફગણને બિરદાવીને અભિનંદન આપ્યા હતા.

શાળાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને ગામના સરપંચશ્રી, તમામ સદસ્યો, ગામના તમામ સામાજીક આગેવાનો શુભકામના પાઠવીને રહ્યાં છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular