Tuesday, April 28, 2026
HomeGujaratધો.10 નું પરિણામ જાહેર, 88.78% પરિણામ સાથે મોરબી જિલ્લો બીજા ક્રમે

ધો.10 નું પરિણામ જાહેર, 88.78% પરિણામ સાથે મોરબી જિલ્લો બીજા ક્રમે

Advertisement
Advertisement

તાજેતરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અન્ય વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે જ્યારે મોરબી જિલ્લા એ 88.78% પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે.

આ વર્ષે મોરબી જિલ્લામાં કુલ 816 વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, 2050 છાત્રો એ ટુ ગ્રેડ મેળવ્યો છે, 2,349 છાત્રો એ બી વન ગ્રેડ 2449 છાત્રો એ બી ટુ ગ્રેડ મેળવ્યો છે. 2072 છાત્રો એ સી વન જ્યારે 940 ખાતો એ સી ટુ ગ્રેડ મેળવ્યો છે 91 છાત્રો ડી વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થયા છે આમ કુલ ચાલુ વર્ષે 12308 છાત્રો માંથી 10,767 છાત્રો ઉત્તિર્ણ થયા છે.

મોરબી જિલ્લામાં સૌથી વધુ વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ, સૌથી ઓછું ચરાડવા કેન્દ્રનું 81.84% પરીણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે. 89.29 ટકા સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ અને 72.55 ટકા સાથે ખેડા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ નોંધાયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં ધોરણ 10માં મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાંથી કૂલ 12,128 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેમાંથી 10,767 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોરબી જિલ્લાના પરિણામની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વાંકાનેરના પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.79% અને હળવદના ચરાડવા કેન્દ્રનું સૌથી ઓછુ 81.84% પરિણામ આવ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular