Tuesday, April 28, 2026
HomeGujaratખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર ફરાર આરોપી આખરે અમદાવાદથી ઝડપાયો

ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર ફરાર આરોપી આખરે અમદાવાદથી ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનની હત્યા કરનાર આરોપી છેલ્લા 7 દિવસથી ફરાર હોય પોલીસે અમદાવાદ બસ સ્ટેન્ડમાંથી તેને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ખાખરાળા ગામે રહેતા કિશન કરોતરા નામના 22 વર્ષીય રબારી યુવાનની ગત તા.30ના રોજ નિર્મમ હત્યા થઈ હતી. મુળુભાઈ ઉફે સાગર આયદનભાઈ ડાંગર (ઉ.વ.33) નામના શખ્સે પ્રથમ મૃતક યુવાન સામે બંદુક તાકી બંદુક વડે ફાયર કરતા બંદુકથી ફાયર થયું નહોતું. જેથી ધારદાર છરી વડે છાતીના ભાગે તથા વાસાના ભાગે જમણા ખંભાના ભાગે તથા કાંડાના ભાગે તથા જમણા હાથના પોંચાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજાઓ પોહચાડી હતી. કિશનનું મોત થતા તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular