Tuesday, April 28, 2026
HomeGujaratખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો.10 નું A1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો.10 નું A1 ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ પરિણામ

Advertisement
Advertisement

ધોરણ – 10 ની ફેબ્રુઆરીમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં માળીયા તાલુકાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલે 83.72 % સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.

અંતરિયાળ વિસ્તારના નાના એવા વેજલપર ગામની રાઠોડ એશુબા હિતેન્દ્રસિંહ નામની છાત્રાએ 600 માંથી 556 ગુણ, 97.99 PR સાથે A 1 ગ્રેડ મેળવીને પોતાના પરિવાર, વેજલપર ગામ અને ખાખરેચી હાઈસ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ છાત્રાએ A 1 ગ્રેડ મેળવીને ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય છે અને સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનો

સમાજને ઉત્તમ રાહ ચિંધ્યો છે.

આ સાથે શાળાના અને છાત્રાના ઉત્કૃષ્ટ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓની મહેનતને અને તમામ સ્ટાફગણની મહેનતને શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણીયા એતથા ગામના સરપંચ, તમામ સદસ્ય, સામાજિક આગેવાનો અને તમામ ગામલોકોએ બિરદાવીને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular