HomeGujaratબીલીયા ગામની સીમમાં દેશી બનાવટની જામગીરી બંદુક સાથે એક ઝડપાયો

બીલીયા ગામની સીમમાં દેશી બનાવટની જામગીરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના બીલીયા ગામની સીમમાં સુરેશભાઇ રામજીભાઇ પટેલની વાડી પાસેથી એક શખ્સને દેશી બનાવટની જામગીરી બંદુક સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને સંયુકતરાહે બાતમી મળી હતી કે, ”મોરબી તાલુકાના બીલીયા ગામની સીમમાં સુરેશભાઇ રામજીભાઇ પટેલની વાડી પાસે એક વ્યક્તિ મેલા કપડાં પહેરેલી હાલતમાં એક દેશી હાથ બનાવટની બંદુક સાથે આંટાફેરા મારે છે, આ ખાનગી બાતમીના આધારે રેઇડ કરતા દેશી બનાવટની જામગીરી બંદુક (હથીયાર) કિં રૂ. 2 હજારના મુદ્દામાલ સાથે આરોપી જલાઉદીનભાઇ ઉર્ફે અલાઉદીન હારૂનભાઇ કાજેડીયા (ઉ.વ.૬૫) રહે. કારજડા તા-માળીયા મીયાણા ને પકડી પાડી આર્મ્સ એકટ હેઠળ ગન્હો રજીસ્ટર કરી આગળ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular