Tuesday, April 28, 2026
HomeGujaratએર ટિકિટના નામે 7.71 લાખ પડાવી મોરબીના વૃદ્ધ સાથે ઠગાઈ

એર ટિકિટના નામે 7.71 લાખ પડાવી મોરબીના વૃદ્ધ સાથે ઠગાઈ

Advertisement
Advertisement

મોરબીમાં રહેતા વૃદ્ધ અને સાહેદને અમેરિકા લગ્નમાં જવાનું હોવાથી બે શખ્સોએ વૈભવી ટુરીઝમ પ્રા.લી. નામથી સાહેદોને વિશ્વાસમાં લઈ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એર ટિકિટ બનાવી પેકેજ ટુર અને એર ટીકીટ બુક મળી રૂ. ૭,૭૧,૨૧૩ પડાવી ટીકીટ કન્ફર્મ નહી કરી સાહેદો સાથે છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ બી/૬ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઇ બાલુભાઈ ઉધરેજા (ઉ.વ‌.૭૦) એ આરોપી મહર્ષીભાઇ પ્રવીણભાઇ દવે રહે. એ.૪૦૨ સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદ તથા ભાવીકાબેન મહર્ષીભાઇ દવે રહે.એ.૪૦૨ સુકુન રેસીડેન્સી ઓપીઝીટ જેકે પાર્ક બસસ્ટોપ ચંદ્રોલા ગોતારોડ અમદાવાદવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા સાહેદ વસંતભાઇ અંબાલાલભાઇ પટેલને અમેરીકા લગ્ન પ્રસંગે જવાનુ હોવાથી આરોપીઓએ વૈશવી ટુરીઝમ પ્રા.લી નામથી સાહેદોને વિશ્વાસમા લઇ કપટ કરી ઇલેકટ્રોનીક માધ્યમથી એર ટીકીટ બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂપીયા ૭,૭૧,૨૧૩ થી બુકીંગ કરી ફરીયાદી તથા સાહેદને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરીયાદી તથા સાહેદના રૂપીયા ઓળવી જઇ છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular