HomeGujaratવિરપર નજીક બેફામ આવતું કેરી વાહન પલ્ટી ખાઇ ગયું, ઇજાગ્રસ્ત મહિલાએ ચાલક...

વિરપર નજીક બેફામ આવતું કેરી વાહન પલ્ટી ખાઇ ગયું, ઇજાગ્રસ્ત મહિલાએ ચાલક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

ટંકારા તાલુકાના વીરપર નજીક વાહન બેફામ ચલાવતા કેરી વાહન પલ્ટી મારી ગયું હતું અને તેમાં બેસેલા લોકોને ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ બાદ એક મહિલાએ આરોપી વાહન ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સબ જેલ સામે વણકર વાસમાં રહેતા હંસાબેન હિંમતભાઈ જાદવ (ઉ.વ.૩૫) એ આરોપી એક કેરી વાહન ચાલક નરેશભાઈ કણજારીયા રહે. મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપએ કેરી વાહન બેફામ અને પુરઝડપે ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારી હતી જેથી વાહન રોડ પર પલ્ટી ખાઇ જતા ફરીયાદી તથા સાહેદોને શરીરે નાની મોટી તેમજ ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular