મોરબીના કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર પર નોટ નંબરીનો જુગાર રમતા ચાર શખ્સો પ્રવીણભાઇ મોહનભાઇ ગોહિલ (ઉ.વ.૩૫) રહે. મોરબી નવલખીરોડ યમુનાનગર સામે શ્રધ્ધાપાર્ક, કામરાનભાઇ સલીમભાઇ ઉમરભાઇ ચાનીયા (ઉ.વ.૩૪) રહે. રાજકોટ દુધડેરી પાસે ભગવતી સોસાયટી શેરીનં.૩ મઘર ટેરેસા આશ્રમની બાજુમા, બિલાલભાઇ આદમભાઇ ચાનીયા (ઉ.વ.૩૫) રહે.મોરબી નવલખી રોડ રણછોડનગર નીધીપાર્ક તથા અશરફભાઇ આમદભાઇ ઓડીયા (ઉ.વ.૫૧) રહે. લાતીપ્લોટ શેરીનં.૧૧ જોન્સનગર મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




