Tuesday, April 28, 2026
HomeGujaratલકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી

લકી ડ્રોના નામે મોરબીના યુવક સાથે 17 હજારની છેતરપિંડી

Advertisement
Advertisement

મોરબીમાં રહેતા યુવકની ફેસબુક આઈડીમા યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ડ્રોના નામે જાહેરાત આવતા ટીકીટ લીધી હતી જેમાં ઈનામી ડ્રોમા હીરો હોન્ડા લાગી છે તેમ કહી યુવક પાસેથી આરોપીએ રૂ.17,944 પડાવી લઈ ઈનામ નહી આપી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના ટીંબડી પાટીયા પાસે અશોક લેલન વર્ક શોપની ઓફિસમાં રહેતા ઝલકભાઈ પરસોત્તમભાઈ રાખોલીયા (ઉ.વ.૨૬) એ આરોપી (૧) મો.નં-૯૬૭૨૪ ૬૧૯૩૬ નંબરના ધારક તથા (૨) યુ.પી.આઇ. આઇ.ડી ૯૦૭૯૪૧૯૪૬૬ -૩.wallet@phonepe ના ધારક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ફેસબુક આઇ.ડી. Zalak Rakholiya મા શ્રી યદુનંદન ગૌ સેવા સમીતીના નામે લક્કી ઇનામી ડ્રોના નામની જાહેરાત આવતા મો.નં-૯૬૭૨૪ ૬૧૯૩૬ માં સંપર્ક કરતા ફરી શ્રી એ ઇનામી ડ્રો મા ટીકીટ લેતા સદરહુ મો.ન વાળાએ તમોને ઇનામી ડ્રો મા હીરો હોન્ડા સ્પ્લેન્ડર ઇનામમા લાગી છે તેમ કહી ફરીયાદી પાસેથી અલગ અલગ વીમાના તથા જી.એસ.ટી ના પૈસા ભરવા પડશે તેવુ કહી કુલ રૂ.17,944 લક્કી ડ્રોના નામે પડાવી લઈ ઇનામ આપ્યું ન્હોતું તેમજ ફરીયાદી શ્રી યદુનંદન ગૌશાળા મા સપર્ક કરતા આવી કોઇ ઇનામી ડ્રો ચાલતી નહી હોવાનુ જણાવતા લકી ડ્રોના નામે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular