ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન તમામ કોલેજોના અન્ડર ગ્રેજ્યુએટ કોર્ષ જેવા કે BBA, BCA, B.Com, B.Sc, વગેરેમાં એડમિશન મેળવવા માટે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન (Registration & Verification Round-1) શરૂ થઈ ગયું છે. GCAS Portal પર વિદ્યાર્થીઓનું ફુલ રજિસ્ટ્રેશન તા.14 થી 18 સુધી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને GCASનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો મોરબીના રવાપર રોડ પર ઓમ શાંતિ કોમ્પ્લેક્સમાં બાપા સીતારામ ચોક ખાતે આવેલી નવયુગ કરિયર એકેડમી, મોરબી સિટી કાઉન્સેલિંગ સેન્ટર ખાતે ફ્રી રજિસ્ટ્રેશન કરાવી શકશે.
રજિસ્ટ્રેશન માટે સોમવારથી શનિવાર સવારે 8 થી બપોરે 1 અને બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી જવાનું રહેશે.
GCAS ફોર્મ ભરવા સાથે લઈ જવાના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ધોરણ 12નું માર્કશીટ (ઑનલાઇન પ્રિન્ટ), ધોરણ 10 નું માર્કશીટ, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીની સહીનો નમુનો, જાતિનો દાખલો (લાગુ પડે તો). વધુ માહિતી માટે મો. નં. 9727247472 માં સંપર્ક કરવા જણાવ્યું છે.




