મોરબીના લાતી પ્લોટ નજીક આવેલા જોન્સ નગર વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે બે પરિવાર વચ્ચે યુવતીની છેડતી કરવા મુદ્દે થયેલા જુના ઝઘડાના મનદુઃખમાં માથાકૂટ થઈ હતી, બાદમાં બન્ને પરિવાર વચ્ચે મારામારી થતા બે મહિલા સહીત 6 જેટલા લોકોને ઇજા પહોચી હતી. આ બનાવમાં એક આધેડએ ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, આ બનાવને પગલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં માહોલ ગરમાયો હતો. સિવિલમાં પણ મારામારીનો પ્રયાસ થતા એ ડીવીઝન પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોનો કાફલો ખડકી દેવાયો હતો. ત્યારે આ બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદ મુસ્તાક કાસમભાઈ સંઘવાણીએ નોંધાવી હતી, જેમાં આરોપી મહમદ કાસમ થઇમ દ્વારા તેમની નાની બહેનની છેડતી કરવામાં આવી હતી. જેથી અગાઉ આ બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં સમાધાન પણ થયું હોવા છતાં ગઇકાલે તે પાનની દુકાને બેઠા હતા ત્યારે મહમદ ત્યાં બેઠો હતો અને તેની સાથે ઝઘડો કરી મારમાર્યો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓ, મહેબુબ કાસમભાઈ થઈમ, કાસમભાઈ ખમીશાભાઈ થઇમ તેમજ જ્લાબેન કાસમભાઈ થૈયમ મળીન પરિવાર પર તલવાર છરીથી હુમલો કર્યો હતો અને પથ્થરના પણ છુટા ઘા કર્યા હતા જયારે મુસ્તાકના પિતા કાસમભા ઇખમીશા ભાઈ સંઘવાણીને તલવારના ઘા ઝીંકતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સિવાય તેમની માતા ફાતેમાબેન કાસમભાઈ સંઘવાણી તેમના ભાઈ પત્ની સહીત ઘરના 6 લોકોને ઇજા પહોંચી હતી.
આ બનાવ અંગે મહમદ કાસમ થઇમ, મહેબુબ કાસમભાઈ થઈમ, કાસમભાઈ ખમીશાભાઈ થઇમ તેમજ જલાબેન કાસમભાઈ થૈયમ સહીતના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ સામે પક્ષે જોન્સ નગર વિસ્તારમાં જ રહેતા મહમદ કાસમ ભાઈ થયમે મુસ્તાક ઉર્ફેદ ડાડો કાસમ સંઘવાણી તેમજ કાસમ સંઘવાણી સામે ફરિયાદ નોંધાવી હતી તેણે જણાવ્યું હતું કે, આરોપી મુસ્તાકની નાની બહેન સાથે તેને પ્રેમ સંબંધ હોય જે વાતો રાખી તમામ આરોપીઓ દ્વારા તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તેમની સાથે મારામારી કરી પથ્થરો અને કાચની છૂટી બોટલોના ઘા કર્યા હતા સાથે છરીથી પણ બીજા પહોંચાડવાની કોશિશ કરી હતી.
આરોપી અસલમે ફરિયાદીના ભાઈ મહેબૂબને મારી નાખવાના ઇરાદે સાયકલના ચક્કર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ છરીના ઘા વડે પરિવારના અન્ય સભ્યોને પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હાલ આ બનાવમાં પોલીસે બીએન એસની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.




