મોરબીના સાપર-જેતપર રોડ પર આવેલા પેટ્રોલપંપ સામે સ્વીફ્ટ કાર પાછળ રીક્ષા અથડાતા રીક્ષામાં સવાર મહિલા સહિત અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા મહિલાએ આરોપી રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના જેતપર (મચ્છુ) ગામે ગૌશાળા સામે રહેતા મધુબેન મનસુખભાઇ પરમાર (ઉ.વ.૪૨) એ આરોપી સી.એન.જી. ઓટો રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ચાલકે પુરઝડપે અને બેફામ અને બેદરકારીથી આગળ જતા વાહનનું ધ્યાન રાખ્યા વગર ચલાવી કાવુ મારી આગળ જતી સ્વીફ્ટ કારના પાછળના ભાગે ભટકાડી ફરીયાદીને માથામાં, વાંસામાં તથા પગમાં ગંભીર તથા મુંઢ ઇજા પહોંચાડી હતી તેમજ રીક્ષામાં સવાર અન્ય મુસાફરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




