HomeGujaratમોરબીમાં બંધુનગર નજીક દુકાનમાં છુપાવેલા 1.267 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,...

મોરબીમાં બંધુનગર નજીક દુકાનમાં છુપાવેલા 1.267 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એસઓજી પોલીસ ટીમે દરોડો પાડી વાંકાનેરના લક્ષ્મીપરામા રહેતા શખ્સને સવા કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં ગાંજાના સપ્લાયરનું નામ પણ સામે આવતા હાલમાં પોલીસે બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

મળતી વિગતો મુજબ, મોરબી એસઓજી ટીમને વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર બંધુનગર નજીક એક કોમ્પ્લેક્સમા ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળતા ગત રાત્રે દરોડો પાડી આરોપી અકિલ ઉર્ફે અલ્ફેજ અલીમામદ માણેકીયા રહે.લક્ષ્મીપરા, વાંકાનેર ને ઝડપી લઈ દુકાનમાં સેટીમાં છુપાવેલો રૂ.12,670 ની કિંમતનો 1.267 કિલો ગાંજો કબ્જે કરી આરોપીનો આઈફોન મોબાઈલ, વજનકાટો તેમજ રોકડા રૂપિયા 2100 સહિત કુલ રૂપિયા 30,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં આરોપીની પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા જુનેદ માંડલિયા પાસેથી વેચાણ ક૨વા માટે ખરીદ્યો હોવાનું કબુલતા પોલીસે જુનેદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી ભાડાની દુકાનના ગાંજો વેચતો હતો અને આ દુકાનમાં કાયદેસરનું વીજ જોડાણ પણ ન હોય લંગરિયા નાખી વીજ ચોરી કરતો હોવાનું ખુલ્યું છે.

RELATED ARTICLES

Most Popular