HomeGujaratમોરબીના રણછોડનગરમાંથી રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખેલી દારૂની 48 બોટલ મળી

મોરબીના રણછોડનગરમાંથી રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખેલી દારૂની 48 બોટલ મળી

મોરબીના રણછોડનગરમાં જલારામ એપાર્ટમેન્ટમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 48 બોટલ કિં.રૂ.64,800 નો મુદ્દામાલ સિટી બી ડિવિઝન પોલીસે જપ્ત કર્યો છે, જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના રણછોડનગરમાં જલારામ એપાર્ટમેન્ટમાં આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ એ પોતાના રહેણાંક મકાનમાં વેચાણના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 48 બોટલ કિં.રૂ. 64,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular