Tuesday, April 28, 2026
HomeMorbiHalvadવડનગર સોસા.ના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ તાલુકા પોલીસનો દરોડો

વડનગર સોસા.ના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર હળવદ તાલુકા પોલીસનો દરોડો

Advertisement
Advertisement

હળવદ શહેરમાં આવેલી વડનગર સોસાયટીમાં આરોપી હકાભાઈ કરમણભાઈ રબારીના રહેણાંક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન હળવદમાં આવેલી વડનગર સોસાયટીમાં આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી બહારી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડે છે તેવી બાતમી મળતા પોલીસે રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સો પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા (ઉવ.૪૨) રહે. હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, સુરેશભાઇ સીધાભાઇ ભદ્રેસીયા (ઉવ.૩૬) રહે. હળવદ પંચમુખી ઢોરો, જયંતિભાઇ મજીભાઇ ચાવડા (ઉવ.૨૮) રહે. હળવદ કૃષ્ણનગર સોસાયટી, ચેતનભાઇ પ્રેમજીભાઇ કરોતરા (ઉવ.૨૬) રહે. હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા પટેલ (ઉવ.૪૯) રહે. હળવદ આનંદપાર્ક, અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્ક (ઉવ.૭૧) રહે. ગ્રીનપાર્ક સોસાયટી ને રોકડ રકમ રૂ.‌78,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જ્યારે આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી રહે. વડનગર સોસાયટી હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular