Wednesday, April 29, 2026
HomeGujaratમોરબીમાં બાઇક શો રૂમમાં કામ કરતો યુવક IPL 20-20 મેચના ક્રિકેટ સટ્ટામાં...

મોરબીમાં બાઇક શો રૂમમાં કામ કરતો યુવક IPL 20-20 મેચના ક્રિકેટ સટ્ટામાં ફસાયો, ઉઘરાણા કરવા 4 શખ્સોએ કર્યું અપહરણ

Advertisement
Advertisement

મોરબીમાં બાઇકના શો રૂમમાં કામ કરતા એક યુવકને IPL 20-20 મેચમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય ન થાયના મેસેજ નાખી સટ્ટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના વિનાયક હોન્ડા શોરૂમમાં કામ કરતા 19 વર્ષીય યુવક વંશ મહેશભાઈ ઉભડિયા પાસે આરોપી શિવમ જારીયા રહે, ગજડી ટંકારા વાળો અવારનવાર બેસવા આવતો હોય અને ફરિયાદી વંશને કહ્યું હતું કે તુ ક્રિકેટ ગુરુ એપ્લિકેશનનો ઉપયોગ કર હાલમાં IPL 20-20 ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય ન થાયના મેસેજ મારામાં નાખજે, જેથી હું મારા મિત્ર મહેશ ડાંગરને આ સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ અને જેટલી હાર જીતના રૂપિયાનો હિસાબ થશે એ રવિવારથી રવિવાર સુધી રમી સોમવારે કરશું. તેમ કહી વિશ્વાસમાં લઈ પૈસા આપવા કહ્યું હતું. હાલ IPL મેચ ચાલુ હોય ત્યારે તા. 25 થી યુવાને તેના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં ક્રિકેટ મેચ જોઇને શિવમ જારીયાના મોબાઇલમાં રન થાય ન થાય એના સોદા દરરોજ વ્હોટસએપમાં નાખતો રહ્યો અને શિવમ જારીયા દરરોજ કેટલા હાર જીત થયેલ છે તેનો મેસેજ મોબાઇલમાં નાખતો હતો અને ફરિયાદી આ મેસેજ જોઈને ડીલીટ કરી નાખતા હોય ત્યારે ફરિયાદીને આરોપી શિવમ જારીયા પાસેથી 1.10 લાખ જેટલી રકમ જીતની લેવાની નીકળતી હોય પરંતુ આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે આ રૂપિયા જોતા હોય તો 50 હજાર રૂપિયા ઉપરના સોદા નાખવા પડશે. જેથી ફરિયાદીએ લાલચમાં આવી મજબૂરી પૂર્વક શિવમ જારીયા સાથે ક્રિકેટના મેચના સોદા નાખતો અને તા. 27 ને સોમવારના રોજ હિસાબ કરતા આરોપીએ કહ્યું હતું કે, તું ચાલીસ હજાર રૂપિયા હારી ગયો છો, જેથી તારે મને ₹40 હજાર આપવા પડશે તેમ કહેતાની સાથે ફરિયાદીએ કહ્યું હતું કે મારી પાસે રૂપિયા નથી બાદમાં આરોપી શિવમ જારીયા અને તેના મિત્ર રાહુલ ડાંગર રહે,બંને ગજડી વાળાએ ફરિયાદીને ફોન કરાવી બાદમાં રાહુલ ડાંગરના ફોન ચાલુ થઇ ગયા હતા અને તેઓ ફરિયાદીને ગાળો આપી કહેતો હતો કે ₹40 હજાર હારી ગયો છો તે આપવા પડશે નહીંતર ઘરે આવીને ઉપાડી જઈશ. તેમ ધમકી આપતા ફરિયાદીએ આરોપી શિવમ જારીયાના ફોનમાં ગત તા.6 ના રોજ 15 હજાર રૂપિયા ગૂગલ પે કર્યા હતા. બાદમાં તા.7 ના રોજ 4000 પે કરી બીજા 20 હજાર રોકડા આપ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત શિવમ જારીયાના ફોનમાં ફરિયાદી IPL મેચ ચાલુ હોય તેના ક્રિકેટ મેચના સોદા નાખવા લાગ્યો.

બાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થતા આઇપીએલ મેચ બંધ રહેતા ઇન્ટરનેશનલ મેચ ચાલુ હોય તેના સોદા ફરિયાદી આરોપીના ફોનમાં નાખતો હતો.

આ ક્રિકેટના હાર્દિકના રૂપિયા મહેશ ઉર્ફે રાહુલભાઇને શિવમ જારીયા આપતો હતા. આ ક્રિકેટ મેચમાં શિવમ જારીયાએ કહ્યું હતું કે તું ફરીવાર અમારી પાસે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છો જેથી ફરિયાદીએ કહેલ કે તેની પાસે આટલા રૂપિયા નથી. ત્યારે ફરિયાદીને 11 મે ના સાંજેથી શિવમ જારીયા તથા મહેશ ડાંગરના મોબાઈલ માંથી ધમકીના ફોન આવવા લાગ્યા હતા અને બંને આરોપીઓ કહેતા હતા કે તારે રૂપિયા આપવા પડશે નહીં તો તને ઉપાડી લઈશું અને ગાળો બોલી ધમકી આપતા હતા ત્યારે આ બંનેના નંબર વંશે બ્લોકમાં નાખી દીધા હતા.

જ્યારે ફરિયાદી વંશ અને તેનો મિત્ર મનોજ બંને બપોરના એકાદ વાગ્યાના સમયે ફરિયાદીનો એકટીવા તથા મનોજના મોટરસાયકલમાં એમ બંને અલગ અલગ બાઈકમાં કંડલા બાઇપાસ કામધેનું પાસે ધ્રુવ હોસ્પિટલ પાસે પહોંચેલ હતા ત્યારે આ કામના ફરિયાદીના મોટરસાયકલની સામે આવી મહેશ ડાંગર તથા શિવમ જારીયા તથા દિવ્યેશ ડાંગર રહે તમામ ગજડી વાળા અને એક અજાણ્યા માણસ બે મોટર સાયકલ લઈને આવેલ અને આ ચારેય શખ્સોએ યુવક વંશને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહેલ કે તું આ રાહુલ ઉર્ફે મહેશ ડાંગર સાથે તારા એકટીવામાં બેસી જા ત્યારબાદ આરોપી મહેશ ડાંગરએ ફરિયાદી પાસેથી ફોન લઈ લીધો અને બીજા ત્રણેય માણસો ત્યાંથી જતા રહ્યા. એકટીવામાં મહેશ રૂપે રાહુલ બેસી ગયેલ અને આરોપી મહેશ ચલાવવા લાગ્યો અને મને તેની પાછળ બેસાડી વાવડી ગામ ચાચાપર ખાનપર તેમજ ગજડી ગામ બાજુ લઈ ગયેલ અને ફરિયાદીના એકટીવામાં જ બેસાડી ફરિયાદીને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો તે દરમિયાન ફરિયાદીએ તેના મોબાઇલમાંથી તેમના કાકા સાગરભાઇને ફોન કરીને કહેલ કે આરોપી મહેશ ઉર્ફે રાહુલ એકટીવામાં તેનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ ફરિયાદીના ફોનમાં તેના સગા વાહલાના અલગ અલગ નંબરમાંથી ફોન આવવા લાગતા આ કામના આરોપી મહેશ ઉર્ફે રાહુલ ડાંગર ફરિયાદીને જેલ રોડ પર લઈ ગયેલ અને ત્યાંથી ઉતરી ગયેલ અને એકટીવા આપી દીધું હતું.

ત્યારે હાલ આ સમગ્ર મામલે ફરિયાદી વંશ ઉભડિયા એ આરોપી મહેશ ઉર્ફે રાહુલભાઈ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદીને ધાક ધમકી આપી અપહરણ કરી જવાના ગુનામાં ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular