HomeGujaratમોરબીના આમરણ ગામની ગોલાઈ પાસે બેફામ ટ્રક પલટી જતા તેમાં સવાર મુસાફરનું...

મોરબીના આમરણ ગામની ગોલાઈ પાસે બેફામ ટ્રક પલટી જતા તેમાં સવાર મુસાફરનું મોત, એક ઇજાગ્રસ્ત

મોરબીના બેલા આમરણ રોડ પર આમરણ ગામની ગોલાઈ પાસે રોડ પર ચણાથી ભરેલો ટ્રક બેફિકરાઈથી ચલાવતા પલ્ટી મારી જતા ટ્રકમાં પાછળ બેઠેલા એક વ્યક્તિ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે મૃતકના ભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા વલીમામદભાઈ ઉમરભાઈ જામ (ઉ.વ.૪૫) એ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ટ્રક ચાલકે ચણાની ભરેલો ટ્રક એક જગ્યાએથી બીજી જગ્યાએ ભરવા જતા હતા ત્યારે કાદરભાઇ ઉમરભાઇ જામ રહે.બેલા (આમરણ) ગામ તા.જી.મોરબી વાળા ટ્રકની પાછળ તથા સમીરભાઇ તથા અમીતભાઇને ટ્રકની કેબીનમાં બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે આમરણ ગામની ગોલાઇ પાસે ટ્રક પુર ઝડપે બેફામ રીતે ચલાવી ટ્રકને પલ્ટી ખવરાવી દેતા પાછળના ભાગે બેસેલા કાદરભાઈ ચણાની ભરેલ ગુણીઓ નીચે દબાઇ જતા શરીરે તથા વાસામા તથા ડાબા હાથે ગંભીર ઇજા પહોંચતાં કાદરભાઇનુ મોત નીપજયું હતું તથા સમીરભાઇને હાથે અને પગે મુંઢ ઇજા કરી ટ્રક મુકી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular