Wednesday, April 29, 2026
HomeGujaratનીચી માંડલ ગામે કેરા વીટ્રીફાઈડ કારખાનામાં પગ લપસી જતા યુવકનું મોત

નીચી માંડલ ગામે કેરા વીટ્રીફાઈડ કારખાનામાં પગ લપસી જતા યુવકનું મોત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલા કેરા વીટ્રીફાઈડ નામના કારખાનાના માટી ખાતામાં કામ કરતી વખતે પગ લપસી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં વીટ્રીફાઈડ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રીતેશભાઈ ભુવાનસીંગ સોલંકી (ઉ.વ.૧૮) નામનો યુવક વીટ્રીફાઇડ નામના કારખાનાના માટી ખાતામા કામ કરતો હતો તે વખતે પગ લપસી જતા માથામા હેમરેજ થઈ ગયું હતું જેથી યુવકનું મોત નિપજ્યું હતું.‌ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular