મોરબી એલસીબીએ ત્રાજપર ચોકડી પાસેથી એક શખ્સને ગોંડલમાંથી ચોરી કરેલી બાઈક સાથે ઝડપી લઈ બાઈક કબ્જે કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી પાસે આવેલા ઓવરબ્રિજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ પરથી અજયભાઇ સુરાભાઈ વાધેલા (ઉ.વ.29) રહે. હાલ કુડલા તા.ચુડાવાળાને એક શંકાસ્પદ બાઇક સાથે પકડ્યો હતો. બાદમાં પોકેટ કોપ એપ્લીકેશન તથા મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રજી.નં. GJ 03 JB 9463 નંબરના બાઈકના માલીક તરીકે જયેશભાઈ સામતભાઈ ગુજરાતી રહે. મોટાઉમવડા તા.ગોંડલવાળાનું હોવાનું સામે આવ્યું હતું.
આ સાથે વિપુલભાઈ છગનભાઈ સાંઢમીયા રહે. ઘેલાસોમનાથ તા. જસદણવાળાનું પણ નામ ખુલ્યું હતું. વધુમાં પકડાયેલા આરોપી સામે અગાઉ મોરબી તાલુકા સહિત 6 પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

