ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરિણીતાને સાસરિયામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા કંટાળીને પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પિતાએ સાસરીયાપક્ષમાં આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ઉંટડી ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.62) એ આરોપી શુભમ હિરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા, રિનલબેન હિરાલાલ પનારા રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી-5 વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરીયાદીની દિકરી કિંજલના લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમાં ભણવા જવા માટે રૂ.5 લાખની જરુર હોય અને તે રુપીયા તેની પત્ની પાસે માંગતા પત્નીના પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી મદદ ન કરી શકતા જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા કિંજલને કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનસિક દુઃખ અને ત્રાસ આપી હેરાન કરતા હતા. જેથી કિંજલથી આ ત્રાસ સહન નહી થતા પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેથી મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.




