HomeMorbiHalvadહળવદના કેદારિયા નજીક બોલેરોમાં 2 ભેંસ અને પાડાઓને કતલખાને લઈ જતા કચ્છના...

હળવદના કેદારિયા નજીક બોલેરોમાં 2 ભેંસ અને પાડાઓને કતલખાને લઈ જતા કચ્છના વતની પર ગુનો નોંધાયો

હળવદ તાલુકાના કેદારીયા નજીકથી પોલીસે બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક લઈ જવામાં આવી રહેલી બે ભેંસ તેમજ બે પાડાઓના જીવ બચાવી બોલેરો ગાડીમાં પશુઓની હેરફેર કરનાર કચ્છના વતની આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ ગુનો નોંધ્યો હતો.

હળવદ હાઇવે પર કેદારીયા નજીક બોલેરો ગાડીનો ચાલક બે ભેંસ અને બે જીવિત પાડાઓને ઘાસ ચારાની કોઈ વ્યવસ્થા કર્યા વગર કતલખાને ધકેલવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે સમયસૂચકતા વાપરી આરોપી જુમાભાઈ આમદભાઈ જત રહે.રાવરેશ્વર તા.લખપત, જિલ્લો કચ્છ ને ઝડપી લઈ ચારેય અબોલ જીવના જીવ બચાવી ફરિયાદી જયપાલદાન કીર્તિદાન લાળસ રહે.રાણેકપર રોડ હળવદ વાળાની ફરિયાદને આધારે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular