હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રાવણબજાર નામે ઓળખાતી સીમમાંથી આરોપીએ પોતાની વાડી રાખેલી વિદેશી દારૂની 36 બોટલ સાથે એક શખ્સને હળવદ પોલીસે ઝડપી પાડયો છે, જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં શ્રાવણબજાર નામે ઓળખાતી સીમમાં આરોપીએ પોતાની એકટીવા તથા પોતાની વાડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 36 બોટલ કિં. રૂ.40,200 તથા એકટીવા કિં.રૂ.40 હજાર મળી કુલ કિં રૂ. 80,200 ના મુદામાલ સાથે આરોપી મહેશભાઇ ભીખાભાઈ જીંજુવાડીયા (ઉ.વ.29) રહે. કેદારીયા ગામ તા. હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ શક્તિભાઈ રાજુભાઇ ગોહિલ રહે. માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




