HomeMorbiHalvadહળવદના શક્તિ નગરમાં 7 દીકરીઓ બાદ પુત્રનો અધૂરા માસમાં જન્મ બાદ મૃત્યુ...

હળવદના શક્તિ નગરમાં 7 દીકરીઓ બાદ પુત્રનો અધૂરા માસમાં જન્મ બાદ મૃત્યુ થતા આઘાતમાં સરી પડેલા પિતાનું હાર્ટ એટેકથી મોત

હળવદ તાલુકાના શક્તિ નગર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ ભટ્ટ નામના 40 વર્ષીય યુવાનને સંતાનના 7 દીકરીઓ હતી 15 દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો પરંતુ પરિવાર પુત્રના જન્મની ખુશી ઊજવે તે પહેલા અધૂરા માસમાં પુત્રનો જન્મ થયો હોવાથી પુત્રનું મોત થતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો. આ ઘટના બાદ ભાવેશભાઈ ફરી રાબેતા મુજબ જિંદગી જીવવા પ્રયાસ કર્યો હતો પણ પુત્રના મોતનું દુઃખ તેનાથી સહન ન થતા આઘાતમાં સરી પડ્યા હતા જેથી ગઈકાલે સાંજે મજૂરીથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં હાર્ટએટેક આવ્યો હતો અને ભાવેશભાઈનું પણ અવસાન થતા ભટ્ટ પરિવાર પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડયો હોય તેવી સ્થિતિ આવી પડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા નોધારી બની ગઈ હતી. દીકરીઓએ માત્ર 15 દિવસના ગાળામાં એકનો એક ભાઈ અને પિતા ગુમાવતા જાણે તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય તેવી સ્થિતિ બની હતી. આવી વિકટ સ્થિતિમાં દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપી પુત્રની ફરજ પૂરી કરવા પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular