Monday, May 4, 2026
HomeMorbiHalvadવેગડવાવ ગામે ઘરે રસોડાના બારણા પાસે પાર્ક કરેલું બાઇક ખસેડવા જતા યુવકને...

વેગડવાવ ગામે ઘરે રસોડાના બારણા પાસે પાર્ક કરેલું બાઇક ખસેડવા જતા યુવકને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી મળી

Advertisement
Advertisement

હળવદ તાલુકાના વેગડવાવ ગામે યુવકના ઘરે રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખતા યુવક તેને દૂર કરવા જતા આરોપીઓ પાઇપ, ધારીયુ, લાકડાના ધોકા લઈને આવી યુવકને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મજુરી કરતા ભરતભાઈ ચતુરભાઈ સુરેલા (ઉ.વ.42) એ આરોપી વિષ્ણુ ઉર્ફે ટાઇગર રામજીભાઇ સુરેલા, રામજીભાઇ ચતુરભાઇ સુરેલા, વિક્રમભાઇ રામજીભાઇ સુરેલા, શંભુભાઇ કેશાભાઇ સુરેલા, ગુગીબેન રામજીભાઇ સુરેલા, જનકબેન રામજીભાઇ સુરેલા રહે બધા-વેગડવાવ ગામવાળા વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી વિષ્ણુએ ફરીયાદીના ઘરે રસોડાના બારણા પાસે મોટરસાયકલ રાખ્યું હતું જેને ફરીયાદી દૂર કરવા જતા આરોપીઓ હાથમાં લોખંડના પાઇપ, ધારીયું, લાકડાના ધોકા લઈ ફરીયાદીને તથા તેના સાથીને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular