ધો.1થી લઈ સ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ડોકટર, સીએ, વકીલ બન્યા હોય તેવી 60 પ્રતિભાઓનું સન્માન કરાશે શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ. જી હા, મોરબીમાં શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ – મોરબી દ્વારા વરીયા પ્રજાપતિના વિદ્યાર્થીઓ માટે તા.1 જૂન એટલે કે, આવતીકાલે રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે રેમાન્ડ પાર્ટી પ્લોટ, કલેક્ટર કચેરી પાછળ, મોરબી- 2 ખાતે વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધોરણ 1 થી સ્નાતક સુધીના તેમજ સમાજમાં જે ડોક્ટર, વકીલ, સી.એ. થયા હોય તેવા 60 થી વધુ લોકોનું સન્માન કરવામાં આવશે.
આ વેળાએ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓપરેશન સિંદૂર, રાસ-ગરબા સહિતના ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ (બોર્ડિંગ)ની યંગ ટીમ તથા મહિલા વિંગની ટીમના સભ્યો ઉપસ્થિત રહેશે.
સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા શ્રી વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ – મોરબી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




