મોરબી ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવાના કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં નોંધાયેલા ફરિયાદને આધારે જીરો નંબરથી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી અલગ અલગ ટીમોને કામે લગાડતા એક આરોપીને ભાવનગર અને બીજા આરોપીને મોરબીના લીલાપર ખાતેથી દબોચી લેવામાં તાલુકા પોલીસને સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાના અપહરણ અંગે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં નોંધાયેલી ફરિયાદ બાદ જીરો નંબરથી ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં અપહરણ કરનાર મધ્યપ્રદેશના વતની મુખ્ય આરોપી કમલેશ હિરુભાઈ અજનારને ભાવનગરથી તેમજ સહ આરોપી વીપીન દસરિયાભાઈ બધેલને લીલાપર ગામે પથ્થરની ખાણમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી હતી.




