Sunday, May 3, 2026
HomeGujaratમોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રિસામણે આવેલી યુવતીને સાસરિયાનો ત્રાસ, પરિવાર પર જાનલેવા...

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રિસામણે આવેલી યુવતીને સાસરિયાનો ત્રાસ, પરિવાર પર જાનલેવા હુમલો

Advertisement
Advertisement

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીને સાસરિયાઓ ત્રાસ આપતા હોવાથી રિસામણે આવતી રહેતા યુવતીના જેઠ-જેઠાણી સહિતના ત્રણ શખ્સોએ યુવતીના પરિવારજનો પર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં પિતાના ઘેર રહેતા પ્રભાબેન હસમુખભાઈ સોલંકીએ આરોપી મનુભાઈ બાબુભાઇ બાંભણવા, વર્ષાબેન મનુભાઈ બાંભણવા અને તેમના પુત્ર સુમિત મનુભાઈ બાંભણવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ મહિના પૂર્વે પ્રભાબેનની દીકરી નૈનાએ રાકેશ લાલજીભાઈ બાંભણવા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ સાસરિયા ત્રાસ આપતા હોય હાલમાં નૈના માવતરના ઘેર હોવાથી તેમના જેઠાણી વર્ષાબેને પ્રભાબેનના સંબંધી હેતલબેને રસ્તામાં ઉભા રાખી તું કેમ રાકેશ અને નૈના બાબતમાં બહુ રસ લે છે કહી ગાળાગાળી કરી પથ્થર મારી માથું ફોડી નાખ્યું હતું, બાદમાં આરોપીઓએ પ્રભાબેનના ઘેર આવી ઝઘડો કરી છુટા પથ્થર અને નળિયાના ઘા કરી સાહેદ હેતલબેન, હિમાંશુભાઈ, નૈનાબેન તેમજ નૈનાના નાના વસરામભાઈને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે તમામ ત્રણ આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular