HomeGujaratમોરબીના સામાકાંઠે પાડા પુલ નીચેથી રફાળેશ્વર ગામના યુવકનું બાઇક ચોરી થયું

મોરબીના સામાકાંઠે પાડા પુલ નીચેથી રફાળેશ્વર ગામના યુવકનું બાઇક ચોરી થયું

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવકનુ મોટરસાયકલ કોઈ મોરબીના સામાકાંઠે આવેલ પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રફાળેશ્વર ગામ આંબેડકર હોલની પાસે રહેતા સાગરભાઈ દેવરાજભાઈ ચાવડા (ઉ.વ.36) એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મોરબીના સામાકાંઠે આવેલા પાડા પુલ નીચે સ્વામિનારાયણ તરફ જતા રસ્તેથી ફરીયાદીનુ બજાજ કંપનીનું પ્લસર મોટરસાયકલ જેની કિં. રૂ.30 હજાર કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular