મોરબીમાં જમીન વિવાદ મુદ્દે 2018માં થયેલી જૂથ અથડામણમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આ ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ ત્રિપલ મર્ડરના બનાવ વખતે સામે સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડીસ્ટ્રીક કોર્ટમાં વર્ષોથી આ કેસ ચાલી રહ્યો હતો.
ત્યારે હવે આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા કોર્ટે ફટકારી છે, આ કેસમાં સરકારી વકીલ વીસીજાની એ પીડિત પરિવાર વતી કેસ લડી ન્યાય અપાવ્યો છે.




