HomeGujaratમોરબી મનપાની પ્રી મોન્સુન કામગીરી માત્ર ચોપડા પર? આમ આદમી પાર્ટીના તંત્ર...

મોરબી મનપાની પ્રી મોન્સુન કામગીરી માત્ર ચોપડા પર? આમ આદમી પાર્ટીના તંત્ર પર આક્ષેપ 

મોરબી ઝોન-2 એટલે સામાકાંઠા વિસ્તારમાં આવેલા હોંકારા અને પાણીના નીકાલની ખુલ્લી ગટરની સફાઈ માત્ર ચોપડે જ કરવામાં આવી હોય તેવું લાગે છે, આવાં અનેક આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી જિલ્લા ઓબીસી વિગના પ્રમુખ હિરેનભાઇ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, મોરબી મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક સુધીનું વરસાદી પાણી સર્કીટ હાઉસ સામે આવેલા હોંકારા અને ખુલ્લી ગટરમાં જતું હોય છે પણ આ તંત્ર દ્વારા પ્રીમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયા ઉડાડી દેતા હોય છે પણ આ વિસ્તારમાં આ હોકરા અને ખુલ્લી ગટરમાં આજ સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી, તો આ પ્રીમોન્સુન કામગીરીના રૂપીયાનો ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને વધુમાં જાણાવ્યુ હતું કે, આ તંત્ર જો પ્રી મોન્સુન કામગીરી ઝડપી નહીં કરે તો વરસાદી પાણીના નિકાલ નહીં થાય તો અનેક લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જવાની સંભાવનાઓ છે.

RELATED ARTICLES

Most Popular