વાંકાનેર સીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો એલસીબીએ ભેદ ઉકેલી ગુનાને અંજામ આપનાર એક આરોપીને રૂ.50 હજારની રોકડ સાથે ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં હસમુખભાઈ રતીલાલભાઈ મકવાણાના ઘરે તા.13થી 15મે દરમિયાન સોના -ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ.1.70 લાખના મુદામાલની ચોરી થઈ હતી. એલસીબીએ આ મામલે તપાસ ક૨તા ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપી હાલે રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ બસ સ્ટેશન પાસે ઉભો છે. સ્થળ તપાસ ક૨તા પંકેશભાઈ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઈ ઉકાભાઈ સોલંકી (ઉ.વ.25) રહે.રાજકોટ કુબલીયાપરા વાળો મળી આવતા પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની અને ચોરીના સોના ચાંદીના દાગીના વેચતા રૂ.80 હજાર મળ્યા હતા. જે પૈકી 30 હજાર રૂપીયા પોતે હોસ્પિટલના ખર્ચમાં વાપરી નાખ્યા હતા અને બાકીના રૂ.50 હજાર જે તેની પાસે હોવાની કબુલાત આપતા રોકડા રૂ.50 હજાર સાથે તેની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં આ ચોરીમાં કમલેશ ઉર્ફે કમો દિપકભાઈ સોલંકી રહે. કુબલીયાપરા રાજકોટ, વિપુલ વલ્લભભાઈ કાવઠીયા રહે. રાજકોટનું નામ પણ ખુલ્યું છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, પેરોલ ફર્લો સ્કવોડના પીઆઈ વી.એન. પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તેમજ એલસીબી / પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો.




