મોરબીના લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં. ૭૨/૧ પૈ ૧માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલી નવા ગામતળની જમીનમાં લખધીરપુર ગામના રહીશ દેવજીભાઈ ગંગારામભાઈ ખાણધર દ્વારા આશરે 1 વિઘા ઉપરની સરકારી નવા ગામતળની જમીનામાં દબાણ કરી લીધું હતું જે જમીન ગરીબ લાભાર્થીને 100 ચો.વાર પ્લોટ આપવા માટે નીમ થઈ હતી.
જેમાં આજે તાલુકા પંચાયત કચેરી તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 105 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી અને દબાણકર્તાએ સ્વૈચ્છીક દબાણ ન હટાવતા તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કિમગીરીમા સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઈ પરમાર, ઉપસરપંચ વિનોદભાઈ ખોડાભાઈ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઈ પરમાર, તલાટી કમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ. ભોરણીયા વિસ્તરણ અધિકારી એચ.ડી.રામાનુજ, સીનીયર ક્લાર્ક ડી.સી. દેત્રોજા તથા જિલ્લા પંચાયત કચેરીના લિગલ એડવાઇઝર સંજય નરોલા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ વિજયસિંહ મહેશભાઈ, જનકભાઈ વલ્લભભાઇ, તેજલબેન વજાભાઇ સ્થળ પર હાજર રહ્યા હતા તેમજ ઉપરોક્ત દબાણ હટાવવાની કાર્યવાહી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી (IAS)ના માર્ગદર્શન હેઠળ પુર્ણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આશરે 1 વિઘા જેટલી ગામતળની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે જે જગ્યાએ ટુંક સમયમાં ગરીબ લાભાર્થીને 100 ચો.વાર પ્લોટ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

