ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને અપ્રતિમ લોકચાહના ધરાવનારા નેતા વિજયભાઈ રૂપાણી તા.12 જૂન, 2025ના રોજ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અરિહંતશરણ પામ્યા છે. આ બનાવથી કોઈ અજાણ નથી. ત્યારે સાત્વિક જીવન જીવનારા આ ભવ્ય અને દિવ્ય આત્માની સદ્દગતની પ્રાર્થનાસભાનું આયોજન મોરબીમાં અંજલીબેન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. સદ્દગતના આત્માની શાંતિ માટે તા.23 જૂન ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લોહાણા વિદ્યાથી ભુવન, મોરબી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વિજયભાઈ રૂપાણીની દિવ્ય આત્માની શાંતિ અર્પે એ જ પ્રાર્થના.




