મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
હરીપર કેરાળા ગામની સીમમાં આવેલા હરીભાઈ ચા વાળાની દુકાન પાસે બે વ્યક્તિને છ શખ્સોએ બેઝબોલના ધોકાથી માર મારી સોનાના દાગીના – રોકડની અને મોટરસાયકલની લુંટ ચલાવી હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની સીમમાં વેલેન્જા કારખાનામાં રહેતા અને મજુરી કરતા પ્રકાશભાઈ ઉર્ફે પકો રામુભાઇ (ઉ.વ.45) એ આરોપી છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અજાણ્યા છ આરોપીઓ બે મોટરસાયકલ પર આવી ફરીયાદી ચા લેવા ગયા હતા ત્યારે ત્યાં જઈ ફરીયાદીને ગાળો આપી બેઝબોલના ધોકાઓથી ફરીયાદીને માર મારી અસંખ્ય ફ્રેકચર જેવી મહાવ્યથા પહોંચાડી ફરીયાદી પાસેથી રૂપીયા ત્રીસ હજારની લુંટ ચલાવી તથા બનાવ બાબતે કોઇને જાણ કરીશ તો પતાવી નાખીશ તેવી ધમકી આપી તથા સાથી વિશ્વરાજસિંહ જાડેજાને પણ માર મારી તેની પાસેથી રૂ. 20 હજાર તથા સોનાની ચેન તથા મોટરસાયકલની લુંટ ચલાવી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




