HomeMorbiટંકારાના રોહિશાળા ગામે વોંકળાના ધસમસતા પ્રવાહમાં યુવકનું બાઇક તણાઈ જતા મોત

ટંકારાના રોહિશાળા ગામે વોંકળાના ધસમસતા પ્રવાહમાં યુવકનું બાઇક તણાઈ જતા મોત

ટંકારા તાલુકાના રોહિશાળા ગામે બે દિવસ પૂર્વે ભારે વરસાદ વરસતા બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં રોહિશાળા ગામે અમરશીભાઈ ઉકાભાઈ સવસાણીની વાડીએ ખેત મજૂરી કરતા જાલમસિંગ સુરસિંગ બામણીયા (ઉ.વ.25) નું બાઈક રોહિશાળા અને દહીંસરડા ગામ વચ્ચે આવેલ વોકળાના પાણીમાં ફસાઈ ગયુ હતું. જો કે, વોકળામાં ધસમસતા પાણીના પ્રવાહ હોવા છતાં જાલમસિંગ બાઈક કાઢવા જતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ બાદ મોરબી ફાયર બ્રિગેડે બેભાન હાલતમાં જાલમસિંગને ટંકારા દવાખાને ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular