HomeMorbiવાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટ વેચતા દંપતીને કારે હડફેટે લીધા, પત્નીની નજર સામે...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટ વેચતા દંપતીને કારે હડફેટે લીધા, પત્નીની નજર સામે પતિનું દર્દનાક મોત 

રાજકોટ – અમદાવાદ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટનો વેપાર કરી ગુજરાન ચલાવતા ચોટીલાના વતની દંપતીને કાર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતા પત્નીની નજર સામે પતિનું દર્દનાક મૃત્યુ નીપજ્યું હતું. તો અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને જ નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ -અમદાવાદ હાઇવે પર ગત તા.22 જુનના રોજ બપોરના ચારેક વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફ્રુટની લારી રાખી વેપાર ક૨તા ચોટીલાના બોરીયાનેશ ગામના વતની હિમતભાઈ ઉગરેજીયા અને તેમના પત્ની ભારતીબેન ઉગરેજીયાને એક બેફામ કાર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા હિમતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં ભારતીબેનને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોય બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Most Popular