વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા (ઉ.વ.68) નામના વૃદ્ધની ઘરની અગાસી પર બાળકો દોડતા હોવાથી મામૈયાભાઈ અગાસી પર બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા અગાસી પરથી નીચે પટકાતા માથાના ભાગે તેમજ પગમાં ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

