HomeGujaratવૃદ્ધ અને વિધવા પેન્શન સહાયના લાભાર્થીને હયાતીને ખરાઇ કરાવવી ફરજિયાત 

વૃદ્ધ અને વિધવા પેન્શન સહાયના લાભાર્થીને હયાતીને ખરાઇ કરાવવી ફરજિયાત 

સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃદ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓને જણાવવામાં આવે છે કે, દર વર્ષે પેન્શન મેળવનાર લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરવાની હોય છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવા માટે સહાય શાખા, ડાબી બાજુ, ગ્રાઉન્ડ ફ્લોર, મામલતદાર કચેરી, વાંકાનેર ખાતે હયાતીની ખરાઈ કરાવવા જરૂરી આધાર પુરાવા જેવા કે, ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ પૈકી કોઈપણ એક તેમજ બેંક પાસબુક સાથે તા. 25-7-2025 સુધીમાં હયાતીની ખરાઈ કરાવવા જણાવવામાં આવે છે.

હયાતીની ખરાઈ ન થયેથી અત્રેથી પેન્શનનો લાભ મેળવતા લાભાર્થીનો પેન્શન બંધ કરવાની કાર્યવાહી નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ થવા વાંકાનેર શહેરના પેન્શન મેળવતા તમામ લાભાર્થીઓએ નોંધ લેવા વાંકાનેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular