મોરબીમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ (ઉ.વ.32) રહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટ મેરી સ્કૂલની પાછળ મોરબીવાળાને ઈંગ્લીશ દારૂની 5 બોટલ કિં.રૂ.6500 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




