HomeGujaratમોરબીના યોગીનગરમાં ઘરમાંથી ઘરેણાંની ચોરીની શંકા કરી પત્નીને મૂઢમાર મારી એસિડથી મારી...

મોરબીના યોગીનગરમાં ઘરમાંથી ઘરેણાંની ચોરીની શંકા કરી પત્નીને મૂઢમાર મારી એસિડથી મારી નાખવાની ધમકી

મોરબીમાં સામાકાંઠે આવેલા નવલખી રોડ પર યોગીનગરમાં ઘરમાંથી ઘરેણાંની ચોરી થયેલી હોવાની શંકા રાખી પતિએ તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી પત્નીને એસીડ નાખી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ પાટણ જીલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ નવલખી રોડ પર આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા જાગૃતિબેન જલાજીભાઈ ઠાકોર (ઉ.વ.35) એ આરોપી તેમના પતિ જલાજીભાઈ કાનજીભાઇ ઠાકોર રહે. ગણેશપુરા તા. હારીજ જી. પાટણવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ પોતાના ઘરમાંથી ઘરેણાની ચોરી થયેલ હોવાની પોતાના પત્નિ(ફરી.) પર શંકા કરી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી રોડ પર સ્કુટર લઇ નીકળ એટલે એસીડ નાખી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular