HomeGujaratમોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા ધારીના યુવકનું...

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા ધારીના યુવકનું મોત

મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામ નજીક ટ્રક ટ્રેઈલર ચાલકે બાઈક ચાલકને હડફેટે લઈ ટાયરના ઝોટા હેઠળ કચડી નાખતા મૂળ અમરેલી જિલ્લાના ધારી પંથકના યુવાનને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મોરબીના વાવડી રોડ પર સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા એન્ડ કોમ્પ્યુટર પ્રિન્ટરનું રીપેરીંગ કામ ક૨તા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સરસિયા ગામના વતની ધર્મેશભાઈ ભુપતભાઈ ચારોલીયા ગત તા.3 જુલાઈના રોજ મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર જાંબુડિયા ગામ નજીક ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ પાછળના ઝોટા હેઠળ કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તા.4ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકન નાના ભાઈ ઘનશ્યામભાઈ ચારોલિયાની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular