મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની 1 બોટલ કિં રૂ.300 ના મુદામાલ સાથે આરોપી મહેન્દ્રભાઈ સામજીભાઈ સોલંકી (ઉ.વ.24) રહે. મહેન્દ્રનગર ઈન્દિરાનગર શેરી નં.4 મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




