Sunday, April 19, 2026
HomeMorbiપ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ મોરબીના લાલપરથી ઝડપાયો 

પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ મોરબીના લાલપરથી ઝડપાયો 

Advertisement
Advertisement

પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ મોરબીના લાલપરથી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશદારૂના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી લાલપર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પો.સ્ટે સી.પાર્ટ. પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬(બી), ૮૧,૮૩, ૯૮(૨) તથા ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી સફવન ઉર્ફે રાજુ હનીફભાઇ કાસમભાઇ આગરીયા રહે. લીયા ગામ તા.મુળી જી. સુરેંદ્રનગર વાળો હાલે લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ હોવાની મળેલ બાતમીના આધારે તપાસ કરતા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી સફવન ઉર્ફે રાજુ હનીફભાઇ કાસમભાઇ આગરીયા ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે. મુળ લીયા ગામ તા.મુળી જી. સુરેંદ્રનગર હાલ રહે.ધ્રાંગધ્રા નરશીપરા બસસ્ટેન્ડ પાછળ તા.ધ્રાંગધ્રા જી.સુરેંદ્રનનગર વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી તાલુકાના પ્રોહીબીશનના ગુનામાં આગળની કાર્યવાહી અર્થે સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular